ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર અંગે
25-11-2025
ગોંડલ તાલુકાના ટેકાના ભાવથી મગફળી ખરીદ કરતા ચાર કેન્દ્રો જેવા કે બીલીયાળા,કોલીથડ, જામવાડી અને તાલુકા સંઘ ની સંયુક્ત યાદી જણાવે છે કે આવનારા દિવસોમાં મગફળી કેન્દ્ર ઉપર સરકારશ્રીના ધારા ધોરણ મુજબ મગફળી ખરીદ થઈ રહી છે અમારી જાણ મુજબ મગફળીની ગોંડલ તાલુકાની મુખ્ય જાતો પૈકી ખાસ કરીને *39 નંબર* અને *રેમ્બો* બંને જાત ખરીદ કેન્દ્રના ધારા ધોરણ મુજબ બારદાનમાં સમાવેશ થતી નથી તો ગોંડલ તાલુકાના ખેડૂત મિત્રો ચારેય કેન્દ્ર ઉપર આ જાતની મગફળી લઈ આવતા પહેલા બારદાનમાં સમાવેશ થાય છે કે કેમ તેની તપાસ કરીને જ ખરીદ કેન્દ્ર ખાતે મગફળી સાથે ઉપસ્થિત રહે અન્યથા ખરીદકેન્દ્ર ઉપરથી તેઓને પરત જવું પડશે અને ખોટા ખર્ચાઓ ખેડૂતની માથે વધશે તો સદરહુ બાબતે દરેક ખેડૂતોએ નોંધ લેવી....... ચારેય ખરીદ કેન્દ્ર વતી આ જાહેરાત કરવામાં આવે છે. તારીખ:- 22/ 11/ 2025