Helpline 02825 220 871

આદરણીય ખેડૂતભાઈઓ - વેપારીભાઈઓ તથા માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલ તમામ નું હું હાર્દિક અભીવાદન કરૂ છુ.

ગોંડલ માર્કેટ યાર્ડની સ્થાપના ના 65 વર્ષ પૂર્ણ થયેલ છે.ત્યારે મને ગુજરાત ના અગ્ર્ણ્ય માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે ખેડૂતોની સેવા કરવાની મને તક મળેલ છે.
તે બદલ હું હર્ષ અને ગૌરવ અનુભવું છું.

ગોંડલ માર્કેટ યાર્ડને હજુ પણ વધુ ઉંચાઈ પ્રાપ્ત થઈ દેશ ભરના વેપારીઓ મલ્ટિનેશનલ કંપનીઓ ગોંડલ માર્કેટ યાર્ડ માં ખરીદી કરવા માટે આવે અને તેના માધ્યમથી આપણા ખેડૂતભાઈઓ ને તેની ઉત્પાદન કરેલ જણસીના વધારે ભાવ મળે અને માર્કેટ યાર્ડના વિસ્તાર એન્ડ વિકાસમા વૃદ્ધિ થાય અને ખેડૂતોને તથા વેપારીભાઈઓ તથા તોલાટ-મજુર વર્ગને, વાહન સંચાલનકર્તા વર્ગ બધા ની સગવડો માં વૃદ્ધિ થાય દરેક ની રોજગારીમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશ્ય સાથે ચાલો આપણે સહુ સાથે મળીને સહુના સાથ અને સહકારથી સામુહિક પુરુષાર્થ કરીએ.

માર્કેટ યાર્ડ માં સ્વચ્છતાના નિયમો વાહન વ્યવહારના નિયમો વગેરેનું સ્વયં શિસ્તથી પાલન કરીએ અને દરેકના સાથે સહકારથી આપણા માર્કેટ યાર્ડ આગવા ગોંડલ માર્કેટ યાર્ડનું ગૌરવ અને નામ વધારીએ.

અસ્તુ...

અલ્પેશભાઈ ઢોલરીયા
ચેરમેનશ્રી
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોંડલ