Helpline 02825 220 871
apmcgondal@yahoo.co.in
ભાવ પત્રક તારીખ 8/7/2025

08-07-2025

તલ નુ વાવેતર કરતા ખેડૂતો માટે અગત્યની સૂચના

06-07-2025

https://youtu.be/9xPljF0I8Os?si=x1_MH2d8udQFCpUi

તલી ની આવક બંધ

04-07-2025

તલી ની આવક આજરોજ તારીખ 4/7 ને શુક્રવાર ના રોજ સાંજના 7 વાગ્યાથી સદંતર બંધ કરવામાં આવશે જેથી કોઈ પણે તલીના વાહન મંગાવવા નહીં તેમજ ભરીને લાવવા નહીં તેમ છતાં જેઓ ભરીને લાવશે તે વાહન ને માર્કેટ યાર્ડ ની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

તલી ની આવક

04-07-2025

તલી ની આવક આજરોજ તારીખ 4/7 ને શુક્રવાર ના રોજ બપોરના 2 વાગ્યાથી શરૂ કરવામાં આવશે વરસાદી વાતાવરણ હોય જેથી સલામતી માટે તાલપત્રી ઢાંકી ને આવવા વિનંતી

સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ ડુંગળીની સહાય મેળવવા અંગે.

01-07-2025

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- ગોંડલ. સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ ડુંગળીની સહાય મેળવવા અંગે. આથી દરેક ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તારીખ 1/4/2025 થી 31/5/2025 ના સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડ માં સફેદ તેમજ લાલ ડુંગળીનું વેચાણ કરેલ હોય તેવા ખેડૂત ભાઈઓએ ડુંગળીની અરજી ડોક્યુમેન્ટ સાથે ગ્રામ પંચાયતે ઓનલાઈન વીસી મારફત તારીખ 1/7/25 થી 15/7/25 સુધીમાં અરજી કરી નીચેના સરનામે જમા કરવાની રહેશે. અરજી તા. 30/7/2025 સુધીમાં જમા કરવાની રહેશે. જેની દરેક ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવી. અરજી જમા કરાવવા નું સ્થળ :- નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક ન -3, બીજો માળ, જિલ્લા સેવાસદન -3, સરકારી પ્રેસ રોડ, રાજકોટ

ફક્ત કાળા તલ ની આવક

30-06-2025

ફક્ત કાળા તલ ની આવક આવતીકાલ તારીખ 1/7 ને મંગળવાર ના રોજ સવારના 8 વાગ્યા થી શરૂ કરવામાં આવશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી ખાસ નોંધ: સફેદ તલ ની આવક સદંતર બંધ રહેશે જેથી કોઈ પણે સફેદ તલ નાં વાહન મંગાવવા નહીં તેમજ ભરીને લાવવા નહીં તેમ છતાં જેઓ ભરીને લાવશે તે વાહન ને માર્કેટ યાર્ડ ની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

ચણા ની આવક

24-06-2025

ચણા ની આવક દરરોજ રાબેતા મુજબ 24 કલાક ચાલું રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

મગફળી ગુણી ની આવક

19-06-2025

મગફળી ગુણી ની આવક આજરોજ તારીખ 19/6 નાં રોજ થી દરરોજ રાબેતા મુજબ 24 કલાક ચાલું રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

ધાણા ની આવક

19-06-2025

ધાણા ની આવક દરરોજ રાત્રીના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ દરેક રજાના આગલા દિવસે ધાણા ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

મરચાં ની આવક બંધ

16-06-2025

મરચાં ની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવી

મગફળી ના પાલ ની આવક

12-06-2025

*મગફળી નાં પાલ ની આવક દરરોજ સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે તેમજ દરેક રજાના દિવસે સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી*

ડુંગળી ની આવક

10-06-2025

સફેદ ડુંગળી ની આવક તેમજ લાલ ડુંગળી ની આવક તારીખ 11/6 ના રોજ થી દરરોજ સવારના 6 વાગ્યાથી સવાર ના 9 વાગ્યા સુધી જ શરૂ કરવામાં આવશે તેમજ દરેક રજાના દિવસે લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળી ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી વરસાદી વાતાવરણ માવઠાની આગાહી હોય જેથી દરેક વાહન માલિક ભાઈઓએ માલની સલામતી માટે તાલપત્રી સાથે રાખવી

વેપારી યુનિફાઇડ લાઇસન્સ અંગે

05-05-2025

ફોર્મ તથા અન્ય અરજી નમુના મેળવવા માટે whatsapp પર hi કરો. Mo. 9033897635

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

01-05-2024

આથી દરેક વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તારીખ 1/ 5 / 2024 ને બુધવાર થી વાહન એન્ટ્રી પાસ ફરજીયાત તથા તમામ માલ આવકોના ડિજિટલ ગેટ પાસ ફરજિયાત કઢાવવાના રહેશે. વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓએ ગેટ પાસ જે તે કમિશન એજન્ટ ની દુકાને પહોંચતો કરવાનો રહેશે જે વાહન માલિકો ગેટ પાસ કઢાવસે નહી તેવા વાહન ને 5-દિવસ માર્કેટ યાર્ડ માં પ્રવેશ બંધ કરવામાં આવશે. ડિજિટલ ગેટ પાસ વગરના કોઈ પણ વકલની હરરાજી લેવામાં આવશે નહીં. તેની સંબંધ કરતા તમામે ખાસ નોંધ લેવી.